રાધા બની વિરહ વ્યાકુળ!

Comments Off on રાધા બની વિરહ વ્યાકુળ!

રાધા બની વિરહ વ્યાકુળ!
શ્યામ! શ્યામ! કહી ઢુંઢે ગોરી,
ગલી ગલી ગોકુલ,
રાધા બની વિરહ વ્યાકુળ…

ચંચલ લહેરો જમુનાની ઓ,
વનરાવનનો વાયુ,
સાંવરિયાને જઈ કહેજો કે,
અંતર લાગી લાયું;
બાંધી તુજથી પ્રીત, શું કાના!

એ જ હતી એક ભૂલ?
રાધા બની વિરહ વ્યાકુળ…

મોહન, તારી મુરલી વિણ એક
બની બાંવરી ગોપી,
ભાન ભૂલીને ભમતી ઘર ઘર
લોકલાજ છે લોપી;

કંઈ છલકે ઉરનાં ગોરસ એનાં
કોણ ચૂકવશે મૂલ?
રાધા બની વિરહ વ્યાકુળ

-જયંત પલાણ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

चाँद से लिपटी हुई सी रात है

Comments Off on चाँद से लिपटी हुई सी रात है

 

 

 

चाँद से लिपटी हुई सी रात है, पर तू नहीं ।
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી.

આપણાં બંનેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે?
हर तरफ बरसात ही बरसात है, पर तू नहीं ॥

मौसमे-बारिश में कश्ती को डुबोना चाहिये ।
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી.

આંગણાની ચિપ્રતીક્ષાની કસોટી છે સતત;
तेरे नक्शे-पा के इम्फानात हैं, पर तू नहीं ॥

है जमीं बंजर मगर यादों की हरियाली भी है ।
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી.

ઠીબમાં સારેલ અશ્રુ પીવા ઊડી આવતા
पंछी की आवाज़ में नग्मात हैं, पर तू नहीं ॥

बोज़ आहों का अकेला मैं उठा सकता नहीं ।
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી.

-ભગવતીકુમાર શર્મા

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : રથીન મહેતા

 

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !

Comments Off on અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

~જગદીશ જોષી

સ્વર : હેમા દેસાઈ

મેહુલો ગાજે ને માધવ નાચે

Comments Off on મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

મારા હૃદયની વાત

Comments Off on મારા હૃદયની વાત

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વીતે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતાં ને ઝાકળ ઉડી જશે,
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે.
ફૂલો આંસુઓની કથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળ તણા માંડી ‘તી કેવી ખેપ.
મોટી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.

-મનોજ મુની

સ્વર : સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા

Older Entries

@Amit Trivedi