હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી

No Comments

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી

મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભૂલી ગયા છો
માનીતી ને ભૂલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાડી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી

તમે છો ભક્તો ના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુન્ડોગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી

માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી

સ્વર : રાજેશ મહેડુ

હું તો પરણી મારા પ્રીતમની સંગાથ

No Comments

હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
વહાલમજી, હું તો પરણી….

બીજાનાં મીંઢળ નહિ રે બાંધું, હું તો પરણી…

ચારે ચારે જુગની વ્હાલે, ચોરીઓ ચિતરાવી રે હાં;
વહાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર. બીજાનાં….

રાજસી ભોજન રાણા, જમવાં નથી રે;
વહાલમજી, અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે. બીજાનાં….

મોતીની માળા રાણા, કામ ન આવે રે હાં;
વહાલમજી, અમે તુલસીના માળા પહેરી રહીશું રે. બીજાનાં….

હીરતણાં ચીર મારે, કામ ન આવે રે હાં;
વહાલાજી, અમે ભગવાં પહેરીને નિત્ય ફરશું રે. બીજાનાં…

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હાં
વહાલમજી હું તો તમને ભજીને થઈ છું ન્યાલ રે બીજાનાં…

-મીરાંબાઈ

સ્વર : તૃપ્તિ છાયા

મારા રુદિયામાં આવ્યા હરિ

No Comments

મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણી કૂણી પીંછી ફરી


ઘડી હું ફ્રંક ને હું જ બંસરી
ઘડી હું જ હરિવર નકરી
મને ખબર્યું ન પડતી ખરી ..


પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી
હરિ સોંસરવી હું સંચરી ..

-રમેશ પારેખ

સ્વર : ઐશ્વર્યા મજમુદાર

સ્વરાંકન : અમર ભટ્ટ

@Amit Trivedi