જાગે કોઈ નૈન રૈન રે
મધરાત્રિના ઘનઘોર અંધારે

ચમકે આજે બે ધૃવ તારા
જયાંથી જાણે સ્વર ગંગાની
ગગને વહેતી અવિરત ધારા
દૂર કિનારા ખારા ખારા
સાગરના બેચૈન

વિરહાગ્નિ અખંડ જ્વાલા
સૂના પંથોને અજવાળે
યુગયુગની ઘનઘોર નિરાશા
શૂન્ય મને અનિમેષ નિહાળે

રંગ વિહોણા દિનના સોણા
નીંદ વિહોણી રૈન

સ્વર : કલ્પક ગાંધી