મેહુલો ગાજે ને માધવ નાચે

Comments Off on મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

મારા હૃદયની વાત

Comments Off on મારા હૃદયની વાત

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વીતે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતાં ને ઝાકળ ઉડી જશે,
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે.
ફૂલો આંસુઓની કથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળ તણા માંડી ‘તી કેવી ખેપ.
મોટી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.

-મનોજ મુની

સ્વર : સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

Comments Off on જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

-આદિલ મન્સૂરી

સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : કલકયાણજી ભાઈ

મીઠડી નજરું વાગી

Comments Off on મીઠડી નજરું વાગી

મીઠડી નજરું વાગી, મીઠડી નજરું વાગી

એ ઝૂકી ઝૂકી શરમાય
મલકી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી
મીઠડી નજરું વાગી

ઓચિંતાની ધૂપ લાગી ને કહેવું ક્યાં ક્યાં
ઓચિંતાની ધૂપ લાગી ને કહેવું ક્યાં ક્યાં
દરશન પ્યાસે ઝૂરી ઝૂરી ને રહેવું ક્યાં ક્યાં

પ્યાસ કેમ કરી છીપાય
તરસે હૈયે લાગી લાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી
મીઠડી નજરું વાગી

દૂર ઘણી એ હતી તોય પણ એવું થાતું
દૂર ઘણી એ હતી તોય પણ એવું થાતું
મન મસ્તાનું જોઈ જોઈ મહેકી જાતું

હેતની હેલી વરસી જાય
વરસી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી

  • ભાસ્કર વોરા

સ્વર : મહમદ રફી

સ્વરાંકન : દિલીપ ધોળકીયા

હે રી મ્હાઁ દરદે દીવાણી

Comments Off on હે રી મ્હાઁ દરદે દીવાણી

હે રી મ્હાઁ દરદે દીવાણી
મ્હારાં દરદ ન જાણ્યાં કોય
ઘાયલ રી ગત ઘાઇલ જાણ્યાં
હિવડો અગણ સંજોય .. મ્હારાં દરદ ન જાણ્યાં કોય
દરદ કી માયાઁ દર દર ડોલ્યાં
બૈદ મિલ્યાં નહીં કોય. .. મ્હારાં દરદ ન જાણ્યાં કોય
મીરાં રી પ્રભુ દરદ મીટાંગા
જબ બૈદ સાંવરો હોય… મ્હારાં દરદ ન જાણ્યાં કોય ‘

-મીરાંબાઈ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ: હરિને સંગે

@Amit Trivedi