મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા

Comments Off on મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા

મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા
પાંચ તત્ત કી બની ચુનરિયા
સોરહ સે બન્ધ લાગે જિયા। ..1

યહ ચુનરી મેરે મૈંકે તે આઈ
સસુરે મેં મનુઆ ખોય દિયા। ..2

મલિ મલિ દ્યોય દાગ નાહિ છૂટૈ
જ્ઞાન કો સાબુન લાય પિયા।…3

કહત કબીર દાગ જબ છૂટિહૈ
જબ સાહબ અપના લિયા। …4′

-કબીર સાહેબ

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

આજ મારા હૈયામાં ફાગણનો

Comments Off on આજ મારા હૈયામાં ફાગણનો

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

-સુરેશ દલાલ
સ્વર : કૌમુદી મુનશી
સ્વરાંકન: ક્ષેમુ દિવેટીઆ

@Amit Trivedi