પ્રિયજનની સઘળી વાતો

Comments Off on પ્રિયજનની સઘળી વાતો

પ્રિયજનની     સઘળી    વાતો    યાદ   છે.
દિલ   દઈ      ભૂલી   ગયા   ફરિયાદ    છે.

ઝાકળ   જેમ     સ્પર્શી   પીગળી ગયા જે,
કોઈ     અન્યની     બાહોંમાં  આબાદ   છે.

પંખી  જેમ   પાનખરે ના છોડો  સાથ પ્રિયે,
ઓસ   હતાં   તમે છતાં લાગતું વરસાદ છે.

નહોતો   ભ્રમર    પણ   ધાગો શમાનો હતો,
પ્યારા   પુષ્પ   તું   મહેક જા  આશીર્વાદ છે.

ક્યાં હીરરાંઝા  કે  શીરીની જ  આ વાત છે,
પાગલ  પ્રેમી ને  પતંગા જગમાં  બરબાદ છે.

-રમેશ ચૌહાણ

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : સંજય ઓઝા

વાતને રસ્તે વળવું નથી

Comments Off on વાતને રસ્તે વળવું નથી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો છાંયો
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

-જગદીશ જોષી

સ્વર: કૃષાનું મજમુદાર અને અનવી
સ્વરાંકન: કૃષાનું મજમુદાર

@Amit Trivedi