હે મા શારદા

No Comments

હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર રે … હે મા શારદા

તુજ મંદિરની જ્ઞાન જ્યોતથી જીવનપંથનું તિમીર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે, હે મા શારદા ! હે મા શારદા

સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
જ્ઞાનદા, ભક્તિ દે, હે મા શારદા ! હે મા શારદા

સ્વર : આશિત દેસાઈ અને વૃંદ

ખુદાને પામવાનું નામ શ્રદ્ધા

No Comments

ખુદાને પામવાનું નામ શ્રદ્ધા,
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા.

ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુ:ખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.

તમે આવો નહીં ને તે છતાંયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.

સંબંધો તૂટે એનું નામ શંકા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા.

-દિગંત પરીખ

સ્વરઃ હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

Contact Us On WhatsApp @Amit Trivedi