અમને રાખ સદા તવ ચરણે
May 18
ગીત Comments Off on અમને રાખ સદા તવ ચરણે
અમને રાખ સદા તવ ચરણે
મધુમય કમલ સમા તવ શરણે…….. અમને
અમ તિમિરે તવ તેજ જગવજે
અમ રુધિરે તવ બલ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે…….. અમને
અગાધ ઓ આકાશ સમા તવ
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ
અમને આપ સકલ તવ વૈભવ…….. અમને
-સુંદરમ
સ્વર : રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક