કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

Comments Off on કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

કે મને પાણી જેમ કોઈ સ્પર્શે
કે મને પાણી જેમ કોઈ સ્પર્શે..

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજના હોવાની ધારણા;
લાગણીનું રણમાં ચણાતું મકાન,
પારદર્શકતા સગપણના બારણાં.
પડછાતી દૂરતા નેવાની ધારમાં
કે ધોધમાર રોજ કોઈ વરસે.
કે મને પાણી જેમ કોઈ સ્પર્શે.

રોજ રોજ આંખોમાં ઈચ્છાનાં પક્ષીઓ
મળવાનું આભ લઇ આવતાં;
આપણા સંબંધ સખી એવા કેહવાય
જાણે શીર્ષક વિનાની કોઈ વાર્તા.
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફંકો તો ગોકુળ સળવળશે.
કે મને પાણી જેમ કોઈ સ્પર્શે.

-વીરુ પુરોહિત

સ્વર : સોલી કાપડીયા
સ્વરાંકન : સોલી કાપડીયા

ધુમ્મસના પહાડમાંથી

Comments Off on ધુમ્મસના પહાડમાંથી

ધુમ્મસના  પહાડમાંથી  વહેતું   ઝરણ  તે  હું
પાષાણના   ગગનથી    ફૂટેલું  કિરણ   તે  હું

ઢાંકી   દો   એમાં શ્વાસની સૂક્કી ખજુરીઓ
વેરાન   પરની   ચાંદનીશુુ   આવરણ  તે   હું

ભણકાર  પામવાની  ના કોશિશ   કરો   હવે
ચાલ્યા  ગયેલા   દૂર   અટુલા ચરણ  તે   હું

ક્ષણમાં ખરી પડયા  આ ક્ષણો  કેરા  પાંદડા
જેને   નિહાળી   લીધું  સમયનું મરણ તે  હું

ખોબો ભરીને આપજો મૃગજળની અંજલી
જેમાં દટાયા  કંઈક હરણ એવું   રણ  તે  હું

-ભગવતીકુમાર શર્મા

સ્વર :નયનેશ જાની
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

વહાલમ, તારી આંખલડીમાં ઊડે રંગ કુવારા

Comments Off on વહાલમ, તારી આંખલડીમાં ઊડે રંગ કુવારા

 

 

વહાલમ, તારી આંખલડીમાં ઊડે રંગકુવારા
તારી ચુંદડીના તરસ્યા રહે તુનારા
રંગ હેલી (૨) રંગ હેલી (૨)

ક્યાંથી આવે ઝીણા ઝીણા ઝાંઝરિયાના બોલ
ક્યાંથી આવે કાલા કાલા કાળજડાના કોલ
આવે ક્યાંથી રે અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
મારા મનની વાત મને તો લાગે ગાલાવેલી… રંગ હેલી

ગયા વિના હું ગઈ વૃંદાવન, ફૂલે રમે છે ફાગ
ગોકુળની ગોપીને સરખાં રાગ અને વૈરાગ
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
ઘરની બહાર જવાની ઘડીએ મને ડરાવે ડેલી.. રંગ હેલી

આકાશી આલિંગન વચ્ચે, રૂપ શરદની રાત
કંદબની ઝુલે છે ઝુમ્મર, ઝોલાં લેતી વાત !
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
જોબન દરિયો, જોબન નૌકા, જોબનિયું છબેલી… રંગ હેલી

વન વીંધીને, મન વીંધીને આવે ક્યાંથી સૂર
કોણ મને પાસ બોલાવે, કોણ ધકેલે દૂર
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
મારું તો ઘર છોડ્યું, તારી જડતી નથી હવેલી… રંગ હેલી

સ્વર : પૌરવી દેસાઈ

સ્વરાંકન : દિલીપ ધોળકિયા

રહી જાઓ હંસા

Comments Off on રહી જાઓ હંસા

રહી જાઓ હંસા, રહી જાઓ પવના
રહી જાઓ આજની રાતડિયા…
તારા રે દિલની વણજ વિનતી
કરી લે હંસા વાતડિયા…

બાંધી કમરને ચાલ્યો રે હંસો
કાયા નગર તરછોડી
એક સંસારના હુઆ સંગાથી
આવો ને આપણ દોઉ જોડી…

સંસારનગરીમાં સુંદરી રોયે
અમે રે અબળા ટળવળિયા
ભાર ભરીને ચાલ્યો રે હંસો
મસાણે જઈ પરજળિયા…

રાખો રખોલિયો ને ટોયો પાણતિયો
ઉજ્જડ કરી ચાલ્યો ગામડિયા
દાસી જીવણ ગુરુ ભીમચરણે
ફેર વસાવ્યાં ગામડિયા…

-દાસી જીવણ

સ્વર : પૌરવી દેસાઈ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

@Amit Trivedi