આજ રાબેતા મુજબનું શહેર છે

Comments Off on આજ રાબેતા મુજબનું શહેર છે

આજ રાબેતા મુજબનું શહેર છે
તો પછી નક્કી જ કે તું ઘેર છે

હોય છો ને વાત એની એ જ પણ
રૂબરૂ ને ફોન માં કંઈ ફેર છે

એમને જોયા પછી લાગ્યું મને
અહીં જ મોસમની ખરેખર મહેર છે

કઈ રીતેમાં તો કહું જાહેરમાં
કાન માં કહેવા સમો આ શેર છે

-નટરાજ બ્રહ્મભટ્ટ

સ્વર :શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

રમતથી જે ડરે છે

Comments Off on રમતથી જે ડરે છે

રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?

અવાજો નાદ ને શબ્દો બધાથી થૈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે ?

બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ’તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે ?

ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને –
તને તરત જ ખબર પડેશે હૃદયના કેન્દ્રમાં શું છે?

ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે’શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?

અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉ ના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે ?

મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?

-અશરફ ડબાવાલા

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

કયાંક ઝરણાની ઉદાસી

Comments Off on કયાંક ઝરણાની ઉદાસી

કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચ્ડી છે.

પંખીઓના ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્ર્દય! બોલો કે આ કેવી ઘડી છે.

આવ મારા આ રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે.

ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?

-શ્યામ સાધુ

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

@Amit Trivedi