ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયા

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત
હરપળ દરેક હાલ અમે ચાલતા થયા
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા

ઉલ્લેખ માત્ર થાય ને તો યે નશો રહ્યો
એ પી લીધી શરાબ અને ચાલતા થયા
અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી
હવે ચાલશું પછી

પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા

આ હાથની લકીર હજુ રોકતી હતી
પગ નો હતો મિજાજ અમે ચાલતા થયા

ચર્ચા કશેય પહોંચવાની કયાં કરી હતી
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયા

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયા

-ધ્રુવ ભટ્ટ

સ્વરઃ પારુલ મનિશ તથા સોહની ભટ્ટ
સ્વરાંકન : પારુલ મનિશ તથા સોહની ભટ્ટ