પાનખરની શુષ્ક્તા

Comments Off on પાનખરની શુષ્ક્તા

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપા

-વિહાર મજમુદાર

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : વિહાર મજમુદાર – નિનાદ મહેતા

ઓ ગોકુળના નિવાસી

Comments Off on ઓ ગોકુળના નિવાસી

સુનીલ રેવર

ઓ ગોકુળ નિવાસી, આવો વ્યાકુળ પાસે,
ઓ ગોકુળ નિવાસી કહાન કયા આવો વ્યાકુળ પાસે-
હું તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી

જમના ઘાટે, ગોકુળ વાટે,
અંતર કેરી પ્રેમલ જ્વાળે
ઢૂંઢી રહી છું વાટે ઘાટે
ઓ ગોકુળ નિવાસી-

વૃંદાવનની કુંજ ગલીમાં
શ્રાવણ વર્ષાની હેલીમાં.
ઘૂમી રહી છું નિર્જન સ્થળમાં
ઓ ગોકુળ નિવાસી-

આવી મુજની પ્યાસ છીપાવો
પ્રીતમ કહાના હાસ્ય રેલાવો
વર્ષારાતે ક્યાં તલસાવો?
ઓ ગોકુળ નિવાસી-

હું તો મુજની પ્યાસી-

-ભૂપેન્દ્ર વકીલ

સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : સુનિલ રેવર

વાયોલીન – ઉ. હપુખાન
ગીટાર – રમેશ તેલંગ
તબલા – દુર્ગાપ્રસાદ મહારાણા
આલ્બમ : ઉરમાં ગુંજારવ

એટલું ટપકાવવાનું નોંધમાં

Comments Off on એટલું ટપકાવવાનું નોંધમાં

એટલું ટપકાવવાનું નોંધમાં,
સુખ નથી મળતું, નકામું શોધ માં.

સાવ સાચો હું મને લાગ્યા કરું,
હોય છે જ્યારે બધા વિરોધમાં.

એક સમજણ આજ લગ સાથે હતી,
એ ય વહી ગઈ લાગણીના ધોધમાં.

પ્રેમ કે આદર ન સ્પર્શે જેમને,
છોડ, તું એને કશું સંબોધ મા.

આચરણથી એ ગળે ઊતરી જશે,
જે નથી શીખવી શકાયું બોધમાં.

ખૂબ ઝડપી દોડ થાતી જાય છે,
જ્યારથી દુનિયા ખડી અવરોધમાં.

: હિમલ પંડ્યા

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

@Amit Trivedi