…. એમાં વાંધો છે કાંઈ?

No Comments

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન :ડો ભરત પટેલ
સંગીત :ડો ભરત પટેલ

ખાસ નોંધ :
આજે એક જ ગઝલ નો બીજો ભાગ. પહેલા ભાગ માં મત્લા અને 3 શેર લીધા હતા બીજા ભાગ માં પણ મત્લા અને અન્ય 3 શેર. કુલ મત્લા અને 6 શેરની લાંબી બહેર ની આ ગઝલ. ગઝલ ના શેરના ભાવ અનુરૂપ એજ સ્વરાંકન માં માત્ર તાલ ની પેટર્ન, ઠેકો, બદલવાથી કેવો અદભુત changeover આવે એ બતાવવા ની કોશિશ કરી છે અને સંગીતમાં તાલ, ઠેકા, લય નું કેવું અદભુત મહત્વ છે એ પણ એક નવો પ્રયોગ છે.
-ડો ભરત પટેલ

સાંવરિયા કાહે હોત નઠોર

No Comments

અમર ભટ્ટ

સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મેં ઠુમરી હું તેરી
કજરી હું ચિતચોર..
સાંવરિયા, કાહે હોત નઠોર?

સાવન કી બેચૈન બદરિયા
બરસત ભોલીભાભી:
ગોકુલ કી મેં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભીગા લી:
કરજવા મોર: કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર?

આપ હી દાવ લગા કર બૈઠી,
જિયરા ભયા જુઆરી:
લગન – અગન મેં લેત હિયકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા: ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર?

-વેણીભાઈ પુરોહિત

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ

Contact Us On WhatsApp @Amit Trivedi