મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્

Comments Off on મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્


પ્રગતિ વોરા

મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તા નવા ખોલે છે મિચ્છામી દુક્કડમ્

વાણીથી કરવતની ધારે કાપે પછી
હસતા હસતા બોલે છે મિચ્છામી દુક્કડમ્

ક્ષમાનો સૂરજ સંબંધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્

એક પલ્લામાં પથ્થર રાખીને માણસ
ફૂલોના ઢગ તોલે છે મિચ્છામી દુક્કડમ્

જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્

રાઇનો પર્વત થૈ ખીણોમાં પડઘાય છે
પર્વત શાને બોલે છે ? મિચ્છામી દુક્કડમ્

ઝીણા ઝરમર વરસે નેવાં આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે મિચ્છામી દુક્કડમ્

– અમિત ત્રિવેદી

સ્વરઃ પ્રગતિ વોરા
સ્વરાંકન :પ્રગતિ વોરા

નથી કોઈ નફરત

Comments Off on નથી કોઈ નફરત

 
 

ડો ભરત પટેલ

   

નથી     કોઈ     નફરત,    મદિરાને  પી  લે,
ભરી     છે    મહોબત,   મદિરાને    પી   લે.

જુના   દોસ્ત  જેવી  મળે   મસ્ત  લિજ્જત,
થશે   ત્યાં     શરારત,    મદિરાને   પી   લે.

મિજાજી   ફિકર   ને   તરસ   તો   દીવાની,
છે   તાતી    જરૂરત,     મદિરાને   પી   લે.

ન ગંગા, ન ઝમઝમ, ન મંદિર, ન  મસ્જિદ,
થવાની    ઈબાદત,    મદિરાને     પી   લે.

ભરીને     પિયાલી,     કહો   દર્દ     ને   કે,
દવા   છે  સલામત,   મદિરા    ને   પી   લે.

ગઝલ   અવતરી   મયકદામાં  પરેશ   તો,
કરી    દે     ઈનાયત,   મદિરાને    પી   લે.

-ડો. પરેશ સોલંકી

સ્વરઃ ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

સાવ કોરા આકાશમાં…

Comments Off on સાવ કોરા આકાશમાં…

 
 

ડો પરેશ સોલંકી

સાવ કોરા આકાશમાં કાળું ડીબાંગ ઉર છાનું ને છપનું રોવે,
લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે,

ખેતરનો ચાડીયો નફફટ થઇ ઉભો તે દી’આખ્ખો આમ મને ખીજવે,
લસલસતા મોલમાં છે વ્હાલનું પૂર પણ તારા વિણ કોણ હવે ભીંજવે.

ઓઢણી પર ટાકેલા મોરલાઓ ટહુકી ટહુકીને તારી વાટ આમ રોજ રોજ જોવે.
લીલીછમ આંખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે

આથમતા સુરજને સંગ સંગ આથમે છે અંગોના વરણાગી સૂર,
વગડાનાં મારગને તાકું છું, બોલ તારો પગરવ છે કેટલોક દૂર.

ખેંચી ખેંચીને સઈ ઘમ્મર વલોણું મારા હૈયાના શમણા વલોવે,
લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે

-ડો.પરેશ સોલંકી.

સ્વર :માયાબેન દીપક.
સ્વરાંકન : માયાબેન દીપક.

@Amit Trivedi