વરસોની સાધનાનું આ ફળ

116 Comments

વર્ષોની સાધનાનું આ ફળ મને મળ્યું છે.
હું ફૂલ થઇ ગયો છું, ઝાંકળ મને મળ્યું છે.

તમને મળ્યું છે આખું આકાશ તો મુબારક.
વરસાદથી છલોછલ વાદળ મને મળ્યું છે.

દરિયાને આપણે તો વહેંચ્યો છે સરખે ભાગે,
તમને મળ્યા છે મોતી ને જળ મને મળ્યું છે.

આ પ્રેમનો અનુભવ કામ આવશે જીનભર,
તમને વફા મળી છે ને છળ મને મળ્યું છે.

રણમાં હું દોડી દોડી હાંફી ગયો ને અંતે,
આંખોમાં આ તમારી મૃગજળ મને મળ્યું છે.

-શૌનક જોષી

સ્વર: શૌનક પંડયા
સ્વરાંકન : શૌનક પંડયા

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

પત્રો અને પત્રો અને પત્રો…

1 Comment

પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા
ફૂલો ભરી નીકળ્યો છું ને સંભળાય છે ટૌકા
ડાબે અને જમણે છે સમય કેરા બે કાંઠા
સેતુરૂપે તું પત્રને મૂકી રહી તરતા
જળ ક્યાં છે હવે જળ? જળ ક્યાં છે હવે જળ !
છે સુગંધો તણો દરિયો, તણો દરિયો
તું જળમાં વહેતા મૂકે, આ પત્રના દીવા…

-ભગવતીકુમાર શર્મા

સ્વર : ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા
સૌજન્ય : સંજય રાઠોડ સુરત

@Amit Trivedi