દિલ મહીં તારા સ્મરણના ભારથી

Comments Off on દિલ મહીં તારા સ્મરણના ભારથી

દિલ મહી તારા સ્મરણ ના ભાર થી
જીવતો લાગુ ફક્ત હું બ્હાર થી

કે, દિલાસા ની જરૂર પડતી નથી
હું ગઝલ લખતો થયો છું જ્યાર થી

ઓ ખુદા દુખ દે તો પારાવાર દે
કઈ ફરક પડતો નથી બે-ચાર થી

હું દુખો ને પણ ગણું છું અવસરો
તે રડ્યા’તા મારી સાથે જ્યાર થી

લાલ જોડા માં સજેલી જોઈ ને
હું વળ્યો પાછો સનમ ના દ્વાર થી

હોઠ આ “સાહેબ” ના મલકી ઉઠ્યા
ભૂલ થઇ લાગે છે તારણહાર થી

-ટેરેન્સ જાની ”સાહેબ”

સ્વર: નિધી મહેતા

અવાજને ખોદી શકાતો નથી

Comments Off on અવાજને ખોદી શકાતો નથી

અવાજને ખોદી શકાતો નથી
ને ઉંચકી શકાતું નથી મૌન
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી
તો
સફેદ હંસ જેવા આપણા સપનાંઓને
તરતા મૂકવા માટે
કયાં સુધી કાલાવાલા કરીશું
આ ઉપરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષેએ ઉડવા માંડયું છે એ ખરું
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ?

વાગીશ્વરના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો
સાચે જ
અવાજ ને ખોદી શકાતો નથી
ને ઉંચકી શકાતું નથી મૌન

-લાભશંકર ઠાકર

સ્વર :ક્ષેમુ દિવેટીઆ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા

મૈયા મારો મનવો હુઓ રે વૈરાગી

Comments Off on મૈયા મારો મનવો હુઓ રે વૈરાગી

 

 

 

 
 

 

મૈયા મારો મનવો હુઓ રે વૈરાગી
મારી લય તો ભજનમાં લાગી રે

સંસાર વેવાર મુને સરવે વિસરિયો રે
બેઠો સંસારિયો ત્યાગી રે

કામ ને કાજ મુને કડવાં રે લાગે
મારા મનડાની મમતા જાગી રે

મંત્ર સજીવન શ્રવણે સાંભળ્યો રે
માંહી મોરલી મધુરી ધુન લાગી રે

રાજ મોરાર ને રવિગુરૂ મળ્યા
ભગતી ચરણની માંગી રે

-મોરાર સાહેબ

સ્વર :પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

@Amit Trivedi