હું તારું હૃદય છું
Oct 06
ગઝલ Comments Off on હું તારું હૃદય છું
હું તારું હૃદય છું તું મારું હૃદય છીએ એટલે સૌને ગમતો વિષય
પરમ ને જ્યાં સ્પર્શી ગઈ ઝંખના થયો ત્યાં સુવાસિત પ્રવાહિત સમય
અહંકાર જેવુ’ય સંભવ નથી તને મેં મને તે અપાવ્યો વિજય
જીવન ધોરી મારગ એ સમજી શક્યા ફકત છે જ અમૃત જીવનનું વિનય
બીજું હોય અસ્તિત્વ નામેય શું ધરાની છે વાચા અનુભવ પ્રણય
પછી આપણું ત્યાં જ હોવું ઘટે નથી કોઈ જ્યાં અસ્ત કેવળ ઉદય
-ગુણવંત ઉપાધ્યાય
સ્વરઃ નિગમ ઉપાધ્યાય અને ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ