દિલ મહીં તારા સ્મરણ

No Comments

દિલ મહી તારા સ્મરણ ના ભાર થી
જીવતો લાગુ ફક્ત હું બ્હાર થી

કે, દિલાસા ની જરૂર પડતી નથી
હું ગઝલ લખતો થયો છું જ્યાર થી

ઓ ખુદા દુખ દે તો પારાવાર દે
કઈ ફરક પડતો નથી બે-ચાર થી

હું દુખો ને પણ ગણું છું અવસરો
તે રડ્યા’તા મારી સાથે જ્યાર થી

લાલ જોડા માં સજેલી જોઈ ને
હું વળ્યો પાછો સનમ ના દ્વાર થી

હોઠ આ “સાહેબ” ના મલકી ઉઠ્યા
ભૂલ થઇ લાગે છે તારણહાર થી

-ટેરેન્સ જાની ”સાહેબ”

સ્વર: નિધી મહેતા

સીમને સીમાડે…

No Comments

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.
……. સોઇ જી સોઇ જી.

-બાલમુકુન્દ દવે

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન :અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર

@Amit Trivedi