સોળ વરસની અજાણ ઉંમર

Comments Off on સોળ વરસની અજાણ ઉંમર

 


 

સોળ વરસની અજાણ ઉંમર
ને સાવ અજાણી કેડી
કોઈક અજાણ્યું ધર
ને એની સાદ પાડતી મેડી…

આજુબાજુ કશું ન જોઉં
પથ પર ફૂલ પડયાં કે કાંટાં
સાવનની હું થઈ બદરિયા
ઝરતી ઝીણા છાંટાં
કયાંક રોપવા જાઉં જાતને
મૂળથી મને ઉખેડી… સોળ વરસની…

કયાંક હવાના છોડ ઝૂલે છે
પરસે મને સુગંધી
આજે હું છલકાઉં એટલી
હૂ નહીં મારામાં બંદી
કરનાં કંકણ, પગનાં નેપૂર
વરમાળા : નહીં બેડી…. સોળ વરસની…

-સુરેશ દલાલ

સ્વરઃ કાજલ કેવલરામાની
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

બધાયે મેલ ધોઇને

Comments Off on બધાયે મેલ ધોઇને

 

 
 
બધાયે    મેલ   ધોઇને   તને મેં  ફૂલ  આપ્યું  છે
મેં આંગળીઓ   નીચોવીને તને મે ફૂલ આપ્યું છે

તને જોઈ રહ્યા’તા ત્રાંસી આંખે એક સાથે  સહુ
ફૂલોનું    વેર   વ્હોરીને તને મેં ય  ફૂલ આપ્યું  છે

હવે બદલું તો મારું લોહી પણ ફિટકારશે ખુદને
નસેનસમાં   ઝબોળીને તને  મેં ફૂલ   આપ્યું  છે

તને   આપ્યા   પહેલા માત્ર  મૂર્તિને  ચડાવ્યું  છે
લીધેલો  માર્ગ  છોડીને  તને   મેં   ફૂલ આપ્યું છે

તને ફૂલ   આપવાનું છે એની મસ્તી’ને મસ્તીમાં
મને  ફૂલોથી જોખીને તને   મેં   ફૂલ આપ્યું   છે

– સ્નેહી પરમાર

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ

… કોણ  માનશે ?

Comments Off on … કોણ  માનશે ?

 


 

પૂર્વમાં સૂરજ ઢળ્યો ,  કોણ    માનશે ?
મૌનનો   પડઘો   પડ્યો  કોણ માનશે ?

એક   તરફડતા       હરણને    જોઇને –
શ્ચાસ મૃગજળનો ચઢયો કોણ માનશે ?

ફેરવીને   મોઢું    જે       ચાલ્યો   ગયો,
એજ મંઝિલ પર મળ્યો, કોણ માનશે ?

સાવ    ઉજજડ  એક  ઘરની ભીંતપર,
એક  પડછાયો  પડ્યો , કોણ   માનશે?

જિંદગીના    મર્મને     જાણ્યા    પછી,
મોત સાથે હું  લડયો,   કોણ   માનશે ?

સાંભળી    ‘નાદાન’     તારી      વારતા,
પ્રેમ-સાગર ખળભળ્યો , કોણ માનશે ?

-દિનેશ ડોંગરે’ નાદાન ‘

સ્વરઃ રાવિ કિરણ મોરે, શશાંક ફડનીશ
સ્વરાંકન : શશાંક ફડનીશ

@Amit Trivedi