એકલો જાને રે

Comments Off on એકલો જાને રે

એકલો જાને રે ::

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તો તુ

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી ઓ તું મન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને
ઓ તું લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો ધાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

જો દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ

જ્યારે ઘનઘોરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે,ઓ તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો તુ એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે,

મૂળ કૃતિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મ દિવસ 7 મે
ગુજરાતી અવતાર : મહાદેવભાઈ દેસાઈ

સ્વર: અમર ભટ્ટ

શબ્દો માટે શ્રી જયેશ સુરેશચંદ્ર શાહ સુરતનો આભાર

મોરલા હો ! મુને થોડી ઘડી

Comments Off on મોરલા હો ! મુને થોડી ઘડી

 

 

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

તારાં સ્વજન તને જાય મૂકી તો

Comments Off on તારાં સ્વજન તને જાય મૂકી તો

 

 

તારાં સ્વજન તને જાય મૂકી તો,
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
તારી આશાલતા પડશે તૂટી ફૂલ ફળે એ ફાલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

માર્ગે તિમિર ઘોર ઘેરાશે એટલે શું તું અટકી જાશે
વારંવારે પેટાવે દીવો ખેર જો દીવો પેટશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

સુણી તારા મુખની વાણી વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે પ્હાણનાં હૈયાં ગળશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

બારણાં સામે બંધ મળે એટલે શું તું પાછો વળે
વારંવારે ઠેલવાં પડે, ખેર જો દ્વારો ખૂલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

રચયિતા અને સ્વરકાર (મૂળ બંગાળી): રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ

સ્વર : આરતી મુનશી
સ્વરાંકનઃ શ્યામલ, સૌમિલ મુનશી

@Amit Trivedi