હે જી મનષા માલણી હોજી રે

Comments Off on હે જી મનષા માલણી હોજી રે

 


 

હે જી મનષા માલણી હોજી રે
ગોરખ જાગતા નરસેવીએ
તુંને મળે નિરંજન દેવ

પથ્થર પૂજયે હરિ મીલે તો
મૈં ભી પૂજુ પ્હાડજી
વોહી પ્હાડકી ચક્કી બનત હૈ
પીસ પીસ જગ ખાતજી

માલણ લાવી ફૂલડાં એ
ધર્યા હરિની પાસજી
એ દેવમાં જો સાચ હોય તો
કેમ ના આવે વાસજી

-લોકસંત ગોરખનાથ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે …

Comments Off on પાંદડી તે પી પી ને કેટલું રે પીશે …

 


 

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળ ના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણે ગણતું ?
વાદળાના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરતી આંખ મહીં ઉમટીને ઉભરાતું
જાગે છે સપનાનું ટોળું
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતેષ !

-જગદીશ જોષી

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

@Amit Trivedi