ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં …

Comments Off on ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં …

 

 

ઘૂઘવે સાગર ધૂમ ઘેરાયાં ઊઘડે તારા નેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વ્હેણ..

માણીએ રે ના ઘર બે ઘડી
બ્હારને બોલે મેલતો હડી
મેલતો મને એકલ છડી

આઠમ કેરા ઓરતા મારે દવલી પૂનમ રેણ
ઓરની વેળા ઓસરી વાલમ વીળના આવ્યા વહેણ…
ડોલતી કેવી સફર ટાણે અધીર તારી નાવ
વીજળી જેવી વેગ તેજીલી પેંગડે મેલ્યો પાવ….

બળિયા કાળી નાગને નાથે
રમતો હજાર ફેણને માથે
શામળો મારો કોઈ ન સાથે

દરિયો ડો’લી વળતે દિને વાલમ વહેલો આવ
ડોલતી જોને સફર ટાણે અધીર તારી નાવ
એકલનો સંસાર સૂનો એકલને શું કાજ
હીરની ભરું કામળી તારે કારણ સવાર-સાંજ…

આણજે મોતી ચાર-છ કુડી
આણજે મોંઘા દાંતની ચૂડી
આણજે રૂપું રીતનું રૂડી

તીરની તમાલ કુંજમાં વાલમ આપણું નાનું રાજ
હીરની ભરૂં કામળી તારે કારણ સવાર સાંજ

-રાજેન્દ્ર શાહ

સ્વરઃ શ્રુતિ ગાયકવૃંદ

હે જી ફાગણ આયો ફાંકડો

Comments Off on હે જી ફાગણ આયો ફાંકડો

 


 

હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હે જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો
એવા સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો
હે જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો

હે જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કઈ ફાગણ લ્યો
હે જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો

હે જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો
હે જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

-રાજેન્દ્ર શાહ

સ્વર :ભવન્સ ગાયક વૃંદ

હોરી આઈ હોરી કાના હોરી આઈ

Comments Off on હોરી આઈ હોરી કાના હોરી આઈ

 

 

હોરી આઈ હોરી કાના હોરી આઈ રે
આજ હોરી આઈ રે
કદંબ બનકી ડાલી ડાલી પે છિપ છિપ
બંસી બજાઈ રે
આજ હોરી આઈ રે

દૂર ગગન મેં ગુલાલ પૂરવને શુભ્ર ભાલ
રેલ રહી લાલ લાલ
કે સ રિયા કિરણોની ઝળહળ
ઝળહળ અરુણાઈ રે
આજ હોરી આઈ રે

વાયુની વાય વેણુ વનવનમાં મત્તમધુર
પાથરે પરાગરેણુ પાગલ પ્રીતિને સૂર
વાગે ઝાંઝ પખાવજ
ફાગણની શરણાઈ એ
આજ હેરી આઈ રે

-પિનાકીન ઠાકર

સ્વરઃ શ્રુતિ ગાયકવૃંદ

એકલું એકલું એકલતામાં

Comments Off on એકલું એકલું એકલતામાં

 

 

એકલું એકલું એકલતામાં
આખી આખી રાત જાગતું શૂન્ય
શૂન્ય ઘૂઘવતું ઘમ્ ઘમ્ ઘમ્ ઘમ્
ખન ખન ખન ખન ખન ખગોળ કેરો
ચરખો ખનકે ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચાક ચડેલું ચક્રવાલ આ
ધરી ફરંતુ શાંત ઊંઘતું
આરાઓમાં શબ્દ સૂસવતો
સમ્ સમ્ સમ્ સમ્ સમ્ સમ્
નિહારિકાના પોલાણોમાં ઊઠી આંધિયો ગોટમગોટા
લૂમ લૂમ કેરાં અંતરાલમાં
તણખાઓની તડ તડ ઊડે
જ્યોત ઝાડીમાં તેજ તણાં તમરાંઓ બોલે
ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્
ગોલક કેરી ઘૂઘરીઓથી મસ મોટું કોઈ
નર્તક ઠેકયું ઝણઝણ ઝણ ઝણનું
ઝાંઝરીયું ઝણકે ઝન્ ઝન્ ઝન્ ઝન્
તારાઓના રવ રવ રવ રવ
ભમ્મરિયા આ મધપૂડામાં
ઊડ ઊડ કરતી ભમરીઓનું
મંદ ગુંજરતું ભુમ્ ભુમ્ ભૃમ્ ભૃમ્
શૂન્ય ધૂધવતું ઘમ્ ઘમ્ ઘમ્ ઘમ્
બ્રહ્મ કકણતું સેહમ્ સહમ્

-ઉશનસ્

સ્વર :શ્રૃતિ ગાયકવૃંદ

આ શ્રાવણિયાના જલ વરસે

Comments Off on આ શ્રાવણિયાના જલ વરસે

 

 

આ શ્રાવણિયાના જલ વરસે
ઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રે
કોઈ વીંઝોળે નભ બોરડી
દડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..
આ વીજળી રાધા કાન સઘન ધન
એક થયાં બે વ્હાલાં રે
કંઈ વરસે સ્નેહલ બાળ રસિયા
માણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…
આ કદીક સાંજુકના આકાશે
ઇન્દ્રધનુ ઘેરાતાં રે
કોઇ જલકન્યાના પાલવના
એ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાના
આ અક્ષય ગોરસપાત્ર ફૂટતાં
મહી ઢળે મરમાળાં રે
કઈ હેત કરી અપનાવો એનાં
પીવણ પાવનહારાં રે..દડ દડ..આ શ્રાવણિયાના…

-હેમન્ત દેસાઈ

સ્વર : શ્રુતિ ગાયકવૃંદ

Older Entries

@Amit Trivedi