જય લોક લોકની વિધાત્રી જય મહેશ્વરી

Comments Off on જય લોક લોકની વિધાત્રી જય મહેશ્વરી

 

 

જય લોક લોકની વિધાત્રી જય મહેશ્વરી
જય સદ્દબુદ્ધિ સ્મૃતિ ધૃતિ જય પુણ્ય પ્રેરણા
જય ત્રિગુણાત્મની માયા જય જગ આદેશના
જય મહાશકિત દૂર્ગે જય વિશ્વચેતના
જય આશાપુરી સહુપ્રકાશની પૂર્ણ કલા હો
જય જીવનશ્રી સુંદરતા સ્વર્ગ સુધા હો
જય બ્રહ્મલીલા, બ્રહ્મછાયા જ્ય બ્રહ્મપ્રભા હો.
જય શકિત, જય ધ્વજધારિ, વિશ્વવિજયની
જય ધાત્રી વિભૂ વિરાટની, જય સર્વ પાવની
જય જગદ્જનનિ અંબે, જય બ્રહ્મસ્વામીની

-ન્હાનાલાલ

સ્વરઃ વિભા દેસાઈ અને વૃંદ

ૐકાર સ્વર સાત લયલીન દિનરાત

Comments Off on ૐકાર સ્વર સાત લયલીન દિનરાત

 

 

ૐકાર સ્વર સાત લયલીન દિનરાત
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
અલૌકિક પ્રકાશે ઊઘડતું સ્વરાકાશ

ઉમ’ગે તરંગાતું નમણું ચિદાકાશ
શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત્
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
આ કલકલકતાં વારિ ને મર્મરતો વાયુ

આ તણખામાં તડતડતો ભડભડતો અગ્નિ
અને બીજમાંથી આ વૃક્ષો થઈને
લ્યો કંપે ઉમંગે આ રમણીય ધરતી
જૂઓ પંચભૂતોમાં વિલસે છે સ્વર સાત.

અને સપ્તસ્વર સુગંધિત છે આકાશ
શ્રુતિ, સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.
આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
છે સ્વરસિદ્ધ સઘળું, છે સ્વરમગ્ન કેવળ

અહમ્ ઓગળે વિસ્તરે સંઘશકિત
સૂરીલા સમિધે. પ્રગટ સૂર. શકિત

આ શબ્દોનાં પંખી ને અર્થોનું આકાશ
(આ) કલરવનાં પર્ણોમાં મર્મરની હળવાશ

શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત્
શ્રુતિ સ્વર્ગગંગાને શત શત પ્રણિપાત.

-તુષાર શુકલ

સ્વર : શ્રુતિ ગાયકવૃંદ

ફળિયે ફોરી દાડમડી

Comments Off on ફળિયે ફોરી દાડમડી

 

 

ફળિયે ફોરી દાડમડી ને દાડમડીના ફૂલ કે વાંકે ડોલરિયો
ફુલની ઉઘડી આંખ આંખની ઝલમલ ઝલમલ ઝુલ, વાંકો ડોલરિયો

પગમાં ઉડશે સીમડી કંઈ સીમે જેવું ઘાસ
એમ તમારે હોઠે ફરક્યો ભીનો ચૈતર માસ
વનવગડામાં વાડિયુ’ એક વાડી લચકાલોળ
પાણી સીંચશે પાતળિયો સખી નાશે માથાબોળ
અડખે પડખે કોડિયુંમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ શું ગુંથશે એવા વાળ કે વાંકો ડોલરિયો

આગળ પાછળ આગાણું ને વચાળ ઊભું ઘર
ઘર હિંડોળે સખી ઝૂલેને હેડે રાજકુંવર
ગામ ગોંદરે તલાવડી ને તલાવડીને તીર
નીરથી આછી રાત ઉગશે ઉગમતીને તીર.

-મનોહર ત્રિવેદી

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ

Comments Off on ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ

 

 

ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ
રાધિકા રંગીલી જેનું નામ અભિરામ, વ્રજવાસણી રે લોલ
તાળી દેતાં વાગે ઝાંઝર ઝુમખાં રે લોલ.
સંગે સાહેલી બીજી છે ઘણી રે લોલ
કોઈ એક હું કહું તેના નામ અભિરામ, વ્રજવાસણી રે લોલ
તાળી દેતાં વાગે ઝાંઝર ઝુમખાં રે લોલ
ગિડગિડ તામ છુમ છુમ છુમ બાજે ઘુઘરા રે લોલ

ઋતું બસંત તરૂલસંત
મનહસંત કામિની અભીરામિની
અંગ અંગ ખેલત આજ ફાગરી
ઉડ ગુલાલ લાલ લાલ
બાદર ધર ચાદર કેસર
કુમકુમા લાલ લાલ ઉડન આજ લાગરી….

વિવિધનાં વાજિંત્ર વાજે છંદમાં રે લોલ
તાલ સ્વરે મળી કરે ગાન અભિરામ વ્રજવાસણી રે લોલ
લોલ કહેતાં અરુણ અધર ઓપતાં રે લોલ
લટકે નમી મેળવે સહુ તાન અભિરામ વ્રજવાસણી રે લોલ,

એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર

Comments Off on એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર

 

 

એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર
એક વાર મથુરાથી માથે મૂકીને કોઈ
લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતાં વહેતાં રહેને એમ
ગોકુળમાં વહેતી થઇ વાતો
આમ કોઇ પૂછે તો કહી ના શકાય અને
આમ કોઈ ભવભવનો નાતો
ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યાં છે નુપુર…

કાંઠે જૂઓ તો સાવ નિરમળિયાં નીર વહે
મઝધારે ભમ્મરિયાં ઝેર
ભીતરના કાળઝાળ નાથ્યાં ભોરીંગ અહો
પલકારે વાળ્યાં રે વેર
ઘેરાતું હોય કંઈક રગરગમાં ઘેન એમ ઘેરી વળે છે તંબૂર…

કાંઠો તો યમુનાનો પૂનમ ગોકુળિયાની
વેણ એક વાંસળીનાં વેણ
મારગ તો મથુરાનો પીંછું તો મોરપીંછ
નેણ એક રાધાના નેણ
એવા તે કેવાં ઓ કૅણ તમે આવ્યાં કે
લઈ ચાલ્યાં દૂર દૂર દૂર..
એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર

-માધવ રામાનુજ

Older Entries Newer Entries

@Amit Trivedi