એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

Comments Off on એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું

 

 

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;

મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.

-માધવ રામાનુજ

સ્વર : અન્વેશા દત્તગુપ્તા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

ખાસ નોંધ : અન્વેશા ગુજરાતી ગીત ના શબ્દો ઇંગલિશ માં લખી ને ગાય છે. એને ગુજરાતી આવડતું નથી.

Live performance at Samanvay Ahmedabad on 08.02.2014

તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે

Comments Off on તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે

 

 

તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

વહેલી સવાર, તારી આંખોથી ટપકેલી
પહેલ-વહેલી વાત જેવી મીઠી
વહેલી સવાર, મારા જોયાં ને જોયેલાં
સપનાંઓ ટાંકવાની ખીંટી

તમે પાંપણની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા
રંગ નીતરતા ઓસ ભર્યા સોણલા

ઝાકળનું ગામ સાવ અટકળનું ગામ
એમાં સાચકલા જીવ હું અને તું
સૂરજના રસ્તા પર ઝાકળનો રથ લઇને
નીકળેલા જીવ હું અને તું

તમે વાદળની ચાવીથી ખોલિયા રે
મારા તરસ્યુના ટળવળતા ઓરડા
તમે ઝાકળની ચાવીથી ખોલિયા રે
મારા વહેલી સવાર જેવા ઓરતા

-સ્નેહી પરમાર

સ્વરઃ શિવાની વ્યાસ
સ્વરાંકન : ડો. સંજીવ ધારૈયા

હરિ ! તુમ હરો જનકી ભીર

Comments Off on હરિ ! તુમ હરો જનકી ભીર

 

 

હરિ ! તુમ હરો જનકી ભીર … ટેક

દ્રૌપદી કી લાજ રાખી,
તુમ બઢાયો ચીર …. હરિ

ભક્ત કારન રૂપ નરહરિ,
ધર્યો આપ શરીર … હરિ

હરિન કશ્યપ માર લિન્હો,
ધર્યો નાહિન ધીર … હરિ

બૂડતે ગજરાજ રાખ્યો,
કિયો બાહિર નીર … હરિ

દાસી મીરાં લાલ ગિરિધર,
દુઃખ જહાં તહાં પીર … હરિ

-મીરાંબાઈ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

@Amit Trivedi