… મા મને કોઈ દી સાંભરે નૈ

Comments Off on … મા મને કોઈ દી સાંભરે નૈ

 
 

કેવી હશે ને કેવી નૈ.mp3

 
 
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…
 
-રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદ: ઝવેરચંદ મેઘાણી
 
સ્વર: મુરલી મેઘાણી (ઝવેરચંદ મેઘાણી ના પુત્રી)
સંગીત: ગૌરાંગ વ્યાસ
 
 

અંતર મમ વિકસિત કરો

Comments Off on અંતર મમ વિકસિત કરો

 
 

અંતર મમ વિકસિત કરો.mp3

 
 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો સબાર સંગે મુક્ત કરો હે બંધ
સંચાર કરો સકલ કર્મે, શાંત તોમાર છંદ

ચરણ પદ્મે મમ ચિત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
 
– કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર
 
સ્વર: સાશા ધોષાલ
 
 

મંગલ મંદિર ખોલો

Comments Off on મંગલ મંદિર ખોલો

 
 

મંગલ મંદિર ખોલો.mp3

 
 

મંગલ મંદિર ખોલો
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયં ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
 
-નરસિંહરાવ દિવેટિયા
 
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ
 
 

હરિ હું અડધો પડધો જાગું

Comments Off on હરિ હું અડધો પડધો જાગું

 
 

હરિ હું અડધો પડધો જાગું.mp3

 
 
હરિ હું અડધો પડધો જાગું
તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું?

ઝળઝળિયાનો રસ્તો
એમાં કાગળની છે હોડી
તને પામવા મારી અંદર
કરતો દોડાદોડી .
હરિ, તને હું કોઈ દિવસ નહીં રાધા જેવો લાગું ?

તેં જ ઘડી, ને તેં જ તપાવી
તેથી ઝળહળ કાયા
તેં જ પૂર્યા છે રંગો એમાં
તેં જ પૂર્યા પડછાયા.
મારી ચુપકીદી તું સમજે – બસ એટલું માંગું !
 
-અંકિત ત્રિવેદી
 
સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી
 
 

કાળની કેડીએ ઘડીક સંગ

Comments Off on કાળની કેડીએ ઘડીક સંગ

 
 

કાળની કેડીએ ઘડીક સંગ.mp3

 
 

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
 
– નિરંજન ભગત
 
સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi