હે જી વ્હાલા, સાવરે અધુરૂં મારૂં આયખું
હે જી એનાં બાકી છે રે કોડ અપરંપાર
હે જી વ્હાલા

ભાઈ એને ગગન ભરીને દીધો વાયરો
તોયે એના ખૂટે છે રે શ્વાસ વારંવાર રે
હે જી વ્હાલા

ભાઇ એને સાતે સાગર પાણીડાં સીંચવતા
તો યે એની આંખ્યુંમાં છે આંસુડા બે ચાર રે
હે જી વ્હાલા

ભાઈ એતો સૂરજ ચાંદાને તેજે ઉજળું
તોયે એની ભીતર છે કાળો અંધકાર રે
હે જી વ્હાલા

ભાઈ એ તો અનંતનો અંત લાવે નામથી
હે જી એણે નિરંજનને કીધો છે સાકર રે
હે જી વ્હાલા
 

-નિનુ મઝુમદાર
 
સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને કે . મહાવીર
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા