Click the link below to download

Ha Re Mane Ramnam Ni Dhoon Lagi.MP3

 

હાં રે મને રામનામની ધૂન લાગી
હાં રે મેં તો જીવનજંજાળ બધી ત્યાગી
હાં રે મને રામનામની ધૂન લાગી

છોડ્યાં ઘરબાર મેં તો, મૂક્યાં માબાપ રૂડી
રામા નિહાળી ગયો ભાગી
લખમી લટુકડા કરતી તરછોડી, હું તો
રામનો બનિયો વિરાગી !
હાં રે મને રામનામની ધૂન લાગી

રાજાનાં રાજપાટ, શાહોની બાદશાહી,
એની ન ભૂખ મને લાગી .
રામબાણ વીંધે મારું હૈયું ! હું હરખે
રામચરણ રહ્યો માગી
હાં રે મને રામનામની ધૂન લાગી

– રમણલાલ વ. દેસાઈ

સ્વર : આશિત દેસાઈ

સ્વર નિયોજન : અક્ષયકુમાર દેસાઈ