ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ!

બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
જુગલસરકાર આજ મહેફિલનવાજ!

તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ!

અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ!

ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છ્વાસ ખેલ અય ખુશમિજાજ!

-રાજેન્દ્ર શુક્લ

સ્વર: ધૈવત શુકલ
સ્વરાંકન: ધૈવત શુકલ
 
બિંત: પુત્રી, ઈબ્ન: પુત્ર
ધૈવત શુકલ કવિ રાજેન્દ્ર શુક્લ ના પુત્ર છે.

 

સૌજન્ય : પ્રણય વસાવડા