કલરવોનાં ઘર …
Jun 29
ગઝલ Comments Off on કલરવોનાં ઘર …
Click the link below to download
કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી, આજેય બચપણ સાંભરે
આયખા આડે જો ધુમ્મસ હોય, તો પણ સાંભરે
ક્યાંક બિંબાયો હતો, એ મનનું દર્પણ સાંભરે
ગ્હેક પીધી ને, રમેરગથી, કસુંબ લ થઈ ગયો
આયખે અનહદ ભર્યો, એ ટહૂકે સાજણ સાંભરે
કો’ક દિ એવું બને, કે આંખમાં આંધી ચઢે,
કો’ક દિ એવું બને, કે વાત બે ત્રણ સાંભરે
– સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વર : આશિત દેસાઈ