લખ રે જોજન કેરા આકાશી ગોખલે
Mar 24
ગીત Comments Off on લખ રે જોજન કેરા આકાશી ગોખલે
લખ રે જોજન કેરા આકાશી ગોખલે.mp3
લખ રે જોજન કેરા આકાશી ગોખલે,
માડી તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે;
માડી તારો દીવડો જલે.
ઝૂલે રે વિરાટ હિંડોળા ખાટ,
રાતડીએ પાથરી તેજની બિછાત;
જગનાં તિમિર તો ટળે,
માડી તારો દીવડો જલે.
નીલાંબરી અંબર તારાઓના ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર;
કોણ રે કળ્યું એ કળે,
માડી તારો દીવડો જલે.
વાઘને વાહન વિરજી વાઘેશ્વરી,
રંગતાળી દઈ ઘૂમે રંગમાં રાસેશ્વરી;
ભક્તોની ભક્તિ ફળે.
માડી તારો દીવડો જલે.
-અવિનાશ વ્યાસ
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: પ્રહર વોરા