એવું બનશે કે તમે રીસાશો
Jul 02
ગીત Comments Off on એવું બનશે કે તમે રીસાશો
[wonderplugin_audio id=”73″]
Click the link below to download
એવું બનશે કે તમે રીસાશો , ખીજાશો
બે’ક દિવસ મુખડું છુપાવશો
-પછી સામે ચાલીને તમે આવશો …
દૂર ક્યાંક નામ મારું બોલાતું સાંભળીને
ખંજનથી ઉભરાશે ગાલ
સૌની વચાળે તમે એકલા બનીને ખુદ
ખુદને પૂછશો મારા હાલ
મારા વિનાની બધી ઘટના વચાળે તમે
હળવેથી ખુદને ફસાવશો
– પછી સામે ચાલીને તમે આવશો
હોઠ,આંખ,ગાલ અને ટેરવાં તમારાથી
રાખશે ઓછો સંબંધ
ભૂલથી પણ ઓરડામાં જાશો તો
આવશે, કેવળ ત્યાં મારી સુગંધ
મને માફ કરવા તમે રાત આખી જાગીને
નિરાંતે ખુદને સમજાવશો
-પછી સામે ચાલીને તમે આવશો
– વંચિત કુકમાવાળા
સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : ડો ભરત પટેલ