આપણે ભરોસે આપણે હાલીએ
Dec 01
ગઝલ Comments Off on આપણે ભરોસે આપણે હાલીએ
પ્રહલાદ પારેખ
કવિશ્રી પ્રહલાદ પારેખ વિષે વધુ વાંચન કરવા click કરો : પ્રહલાદ પારેખ
[wonderplugin_audio id=”185″]
click the link below to download :
આપણે ભરોસે આપણે
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ મારા…
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા…
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ મારા…
– પ્રહલાદ પારેખ
સ્વર : સુરેશ જોશી