…. જ્યાં રાત ગુજારી
Apr 04
ગીત Comments Off on …. જ્યાં રાત ગુજારી
રમણલાલ વ દેસાઈ
[wonderplugin_audio id=”187″]
જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી ;
ભૂલી પડી મદભર તમ નૈયાં !
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈનાં !
હાર ચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો ?
કંકણવેલી ક્યહાં ચિતરાવી ?
અંજન ડાઘથી ઓપે કપોલ !
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી !
– રમણલાલ વ દેસાઈ
સ્વર : કૌમુદી મુનશી
સ્વરાંકન : કૌમુદી મુનશી