એ તને જડશે નહીં….
May 06
ગઝલ Comments Off on એ તને જડશે નહીં….
ડૉ ભરત પટેલ
[wonderplugin_audio id=”191″]
Click the link below to download :
એ તને જશે નહીં
એ તને જડશે નહીં થોડાક માં
છે ફકીરો ના ફક્કડ પોશાક માં
એક સમદર પ્રેમ મસ્તીનો ભર્યો
એમની હસ્તી તું ઓછી આંક માં
હે પ્રવાસી કોઈ પૂછશે નહિ તને
શું ભરી લાવ્યો ચરણના થાક માં
ઘર ઉપર નળીયા હતા સારું હતું
થઈ જતું તારું સ્મરણ ચુવાક માં
મૌનનો મહિમા ઘણો મોંઘો પડ્યો
મિત્ર જોશી નિત રહ્યા છે વાંક માં …
– મહેન્દ્ર જોષી
પઠન અને આસ્વાદ.. સંજુ વાળા
ગાયક.. પ્રહર વોરા
સ્વર નિયોજન અને સંગીત..
ડો. ભરત પટેલ