તેજના રસ્તા ઉપર
Dec 08
ગઝલ Comments Off on તેજના રસ્તા ઉપર
[wonderplugin_audio id=”216″]
તેજના રસ્તા ઉપર દોર્યો મને
શગની માફક આપે સંકોર્યો મને
મંજરીની મ્હેકના ભારે લચું
એક આંબો જાણે કે મોર્યો મને
ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું
એણે અંદરથી સખત કોર્યો મને
આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને
ઠોઠને ઠપકો નજાકતથી દીધો
તેં ગઝલ આપીને ઠમઠોયોં મને
ના મને પણ જાણ થઈ એવી રીતે,
સાવ હળવે ચુપકીથી ચોર્યો મને
– મનોજ ખંડેરિયા
સ્વર અને સ્વરાંકન : ડો ભરત પટેલ
આસ્વાદ : વસંત જોશી