[wonderplugin_audio id=”219″]

 

દિલમાં  કોઇની  યાદના પગલાં   રહી ગયા,
ઝાંકળ ઊડી  ગયું  અને  ડાઘાં   રહી   ગયા.

એને   મળ્યા   છતાંય કોઇ   વાત  ના   થઇ,
ગંગા   સુધી   ગયા   અને પ્યાસા રહી ગયા.

ફૂલો   લઇને   બાગથી   હું   નીકળી   ગયો,
ને   પાનખરના   હાથમાં   કાંટા   રહી  ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને   જોતા રહી ગયા.

– આદિલ મન્સુરી

સ્વર : સાધના સરગમ