વાંસના વનમાં થઇ વાતો પવન
Mar 08
ગઝલ Comments Off on વાંસના વનમાં થઇ વાતો પવન
વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.
તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.
શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.
કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.
– ભગવતીકુમાર શર્મા
સ્વર : રવિન નાયક
સ્વરાંકન : પરેશ ભટ્ટ