ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
ખૂબ પીવાની આવી મજા પી ગયો

ઝૂમતાં ઝૂમતાં એણે આપી સૂરા
ઝૂમતાં ઝૂમતાં ઝૂમતાં પી ગયો
ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો

એમાં તારું શું બગડી ગયું ઓ ખુદા ?
મારા ઘર છે જો થોડી સૂરા પી ગયો
ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો

એક પણ પાંદડું હાલતુંય નથી
કોઈ લાગે છે તરસ્યો, હવા પી ગયો

એટલે ઝગમગે છે આ જીવન ” જલન ”
જો મળી હોઈ એ હું વ્યથા પી ગયો

– જલન માતરી

સ્વર : આશિત દેસાઈ