મોકલી જો તો શકે તો મરણ મોકલાવ
Jun 23
ગઝલ Comments Off on મોકલી જો તો શકે તો મરણ મોકલાવ
સૌજન્ય : રાકેશ પટેલ ( USA )
[wonderplugin_audio id=”281″]
મોકલી જો તું તો શકે તો મરણ મોકલાવ.
મહેરબાની કર હવે સ્મરણ ના મોકલાવ
આવવું જો હોય ત્યારે આવ રૂબરૂ .
મહેરબાની કર હવે કારણ ના મોકલાવ
કે મને ડંખ્યા કરે તારો વિરહ સતત.
વાંઝણી આ ઈચ્છાની નાગણ ના મોકલાવ
જીંદગીભર હું ચલાવી લઈશ જગમાં.
મુજ તરસને કારણ આ રણ ના મોકલાવ.
યાદ તારી પૂરતી છે બાળવા મને
અગ્નિ નાં રૂપમાં શ્રાવણ ના મોકલાવ….
– હર્ષ બ્રહ્મભટ્ટ.
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય.