તમે શ્યામ થઈને
Aug 08
ગઝલ Comments Off on તમે શ્યામ થઈને
[wonderplugin_audio id=”318″]
તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો, મને વાદળી બનાવો
ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો મને કાંચળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે મને આંગળી બનાવો
તમે આંખમાં વસો છો અને શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
– દિલીપ રાવળ
સ્વર : રૂપકુમાર રાઠોડ