કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે
Aug 21
ગઝલ Comments Off on કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે
& nbsp;
[wonderplugin_audio id=”323″]
કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે
કારણ નહી જ આપું, કારણ મને ગમે છે
લજ્જા થકેલી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, કારણ મને ગમે છે
હસવું સદાય હસવું, દુઃખમાં સદાય હસવું,
દિવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છે આંસુ, લુછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે
જીવન અને મરણની, હર પળ મને ગમે છે,
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છે
દિલ તો હવે તને શું દુનિયા એ પણ નહી દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે
લાવે છે યાદ ફૂલો, છાબો ભરી-ભરી ને
છે ખૂબ મોહબ્બતીલી, માલણ મને ગમે છે
‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારાં,
મેં રોઈ ને ભર્યાં છે, એ રણ મને ગમે છે
– અમૃત ઘાયલ
સ્વર : મનહર ઉધાસ