ભીડ નિહાળી ભડકે આંખો
Aug 26
ગઝલ Comments Off on ભીડ નિહાળી ભડકે આંખો
[wonderplugin_audio id=”328″]
ભીડ નિહાળી ભડકે આંખો
દોડે ઊભી સડકે આંખો
થડકો લાગી જાય સહજ તો
રોમે રોમે થડકે આંખો
દિલસોજીની વાત શું કરવી!
દિલ ધડકે તો ધડકે આંખો
ઝાકળ જળમાં પલળી પલળી
વરસે તડકે તડકે આંખો
પાણી પાણી પળમાં કરી દે
પથ્થરને જો અડકે આંખો
દરિયાની યે છાતી માથે
જઈને હોળી ખડકે આંખો
સળગાવી છે સ્નેહે ‘ઘાયલ’
કેમ બળેે ના ભડકે આંખો
– અમૃત ‘ઘાયલ’
સ્વર. : પિયુ સરખેલ