બધે સરખું નિહાળું હું
Nov 04
ગઝલ Comments Off on બધે સરખું નિહાળું હું
[wonderplugin_audio id=”346″]
બધે સરખું નિહાળું હું મને એવી નજર દે જે,
નશો ઉતરે કદી ના આ મને એવી અસર દે જે
બદનને ‘હું’ જ સમજે છે થઇ છે કલ્પના કેવી
મને આ ‘હું’ને દફનાવવા ગુરુ ગમની કબર દેજે
અનુભવ ખુદને રબનો થયો છે ખુદને જાણી
ગુરુ. ચરણે રહું કાયમ મને એવી સફર દેે જે
નયનના દ્વાર ઉઘડે ને બધે દીદાર તારો છે
કદી અંધકાર આવે ના મને એવી સહર દે જે
કહે વીંટી કહે કુંડળ જુવો તો ઘાટ સૌ જુદા
અઘાટે શું રહ્યું ‘ચાતક’ મને એની ખબર દે જે
– ગફુલ રબારી “ચાતક”
સ્વર :ઓસમાન મીર
સ્વરાંકન : જનમેજય વૈદ્ય