હાથને ચીરો તો
Aug 08
ગઝલ Comments Off on હાથને ચીરો તો
[wonderplugin_audio id=”475″]
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.
બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.
ર.. નીરંતર ..મેશ- માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.
– રમેશ પારેખ
સ્વર : આશિત દેસાઈ, હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઈ