એક પરબ પ્રેમની ખોલવાનો, જો કદો હું વિધાતા થવાનો,
કોઈ તરસ્યો ન પાછો જવાનો, જો કદી હું વિધાતા થવાનો.

વહાલું જે હોય તે સૌને મળરો, કોઈને જોઈ કોઈ ન જલશે,
ને નહીં હોય વચ્ચમાં જમાનો, જો કદી હું વિધાતા થવાનો.

રહેશે ખ્વાહિરા કોઈ ન અધૂરી, આંખ મીંચે ને થાશે એ પૂરી,
એવો ઇલમ બધાને મળવાનો, જો કદી હું વિધાતા થવાનો.

જાન લેશે ન કોઈ કોઈની, જાન દેશે બધા ત્યાં બધાને,
આદમી હર ખુદા ત્યાં થવાનો, જો કદી હું વિધાતા થવાનો.

સૌ મહોબ્બતની કરશેઉજાણી,રહેશેનફરતબધાથીઅજાણી
હરઘડી પ્યાર પેદા થવાનો, જો કદી હું વિધાતા થવાનો.

પ્રેમ ઈશ્વર, જીવન ને ચલણ હો એક એવી વસાહત હશે ત્યાં,
ખુદ ખુદા પ્રેમ ને પૂજવાનો, જો કદી હું વિધાતા થવાનો.

  • જયસુખ પારેખ

સ્વર : મિહીર જાની
સ્વરાંકન : નિરવ પારેખ