રાત રોનક સમા તમારી છે
Sep 08
ગઝલ Comments Off on રાત રોનક સમા તમારી છે
[wonderplugin_audio id=”490″]
રાત રોનક સમા તમારી છે
મારું શું છે? સભા તમારી છે
છે અમારી બધી અફળ ઈચ્છા
જે ફળી તે દુઆ તમારી છે
લ્યો ! ઉઠાવો તરંગ ફાવે એમ
જળ તમારું હવા તમારી છે
આખરે આપ મુક્ત પંખી છો
આભ જેવી જગા તમારી છે
નિત્ય હોવું નવનવા રૂપે
એ પુરાણી પ્રથા તમારી છે
કાલ મેં પ્રેમગ્રંથ વાંચ્યો ‘તો
પાને પાને કથા તમારી છે
રાજ ગિરનાર છે એ સાચું
પણ શિખર પર ધજા તમારી છે
– ‘રાજ’ લખતરવી
સ્વર : મનસુર વાલેરા
સ્વરાંકન : ડો ભરત પટેલ