આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
Oct 08
ગીત Comments Off on આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
[wonderplugin_audio id=”499″]
આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..
શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું
તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..
આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે
શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…
પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી
મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…
- ભરત વૈદ્ય સ્વર :સોનાલી બાજપાઈ