આખીએ રાત તને કહેવાની વાત મેં બોલે રાખી તો થયા
ઝાકળનાં પાંચ સાત ટીપાં થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…..

હોઠે જો હોત એ પંખીનું ગીત થઈ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકીઠુંદેત એને સત્તરમા ઓરડે તાળામાં
અરે આંખોથી, અરે ખોબાથી, ફૂલોથી પાનોથી
કેમે સચવાયના, ઝાકળનાં પાંચ સાત ટીપાં…..

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઈ
સૂરજનું ખુંપ્યું તો ફૂટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજુંકિરણ જ્યાં ટીપાને સ્પર્ફે ત્યાં
ટીપામાં પડી ગયા જળનાં ય કારમાં તોટાં
મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાતને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…..

  • હર્ષદ ચંદરાણા

સ્વર : સૌમિલ મુન્શી
સ્વરાંકન : સૌમિલ મુન્શી

Sharing is caring!