તારો વિયોગ
Feb 03
ગીત Comments Off on તારો વિયોગ
[wonderplugin_audio id=”619″]
તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જયારે પવન સુગંધના ખેતરને ખેડશે
તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જયારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે
તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળાશે
જયારે સૂરજ ન આવેલાં સ્વપ્નોને બાળશે
તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકીને થાકશે
તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યાં વાદળો આપસમાં ભેટશે
-જવાહર બક્ષી
સ્વર : કૌમુદી મુનશી