જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
Apr 27
ગીત Comments Off on જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
[wonderplugin_audio id=”663″]
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
-આદિલ મન્સૂરી
સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : કલકયાણજી ભાઈ